ફતેપુરા માં મતદાન જાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા માં મતદાન જાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી
ફતેપુરા મામલતદાર એન.એસ વસાવાની આગેવાની હેઠળ કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો રેલી માં જોડાયા
લોકસભા 2024 ની ચૂંટણી ની તૈયારીઓ માં વહીવટી તંત્ર રાત દિવસ જોયા વગર કામે લાગી ગયેલ છે અને મતદારો દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ફતેપુરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ અને શિક્ષકો મતદાન જાગૃતિ રેલી ફતેપુરા મામલતદાર એન.એસ વસાવા ની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવેલ હતી જેમાં નાયબ મામલતદાર મતદાર યાદી ચૌધરી કન્યાશાળા ના આચાર્ય પટેલ વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષક શિક્ષિકાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા ફતેપુરા તેર ગોળામાં આવેલ કન્યા વિદ્યાલયથી આ મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવેલી હતી જેમાં વિવિધ સૂત્રો જેવા કે મતદાન આપની પવિત્ર ફરજ છે .લોકશાહી આપણાથી વોટ કરો ગર્વથી. બનો મતદાર ભોગવો અમૂલ્ય અધિકાર .મતદાન અવશ્ય કરો અને કરાવો. જેવા સૂત્રો બોલતા અને પ્લે કાર્ડ હાથમાં લઇ નગરના વિધવા માર્ગો પર ફરી કન્યા વિદ્યાલય માં મતદાન જાગૃતિ રેલી પરત આવી હતી ફતેપુરા પોલીસ પણ મતદાન જાગૃતિ રેલીમાં જોડાઈ હતી