નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ પાસેથી ગાડીમાં લઇજવાતો વીદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

એલસીબી પોલીસે  હેલીપેડ ગ્રાઉન્ડ પાસે બાતમીના આધારે  એક્સપ્રેસ હાઇવે ઉપર આણંદ થી અમદાવાદ તરફ જતી મહીન્દ્રા ગાડી માં મુકેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બે લાખ ૧૯ હજાર ૬૦૦ સાથે એક ઇસમને ઝડપી પાડયો છે.
એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.કે.રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે  નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ને બાતમી મળેલ કે એક મહીન્દ્રા ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી એક્સપ્રેસ હાઇવે ઉપર આણંદ થી અમદાવાદ તરફ જનાર છે. જેના  આધારે વોચમાં ઉભા હતા દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા રોકી તપાસ કરતા  ગાડીમાં પાછળની શીટમાં જોતા વિદેશીદારૂ ભરેલ હતો. જેની પુછપરછ કરતા પોતાનું નામ પવન  જગદીશભાઇ કલ્યાણભાઇ ભાવસાર રહે. શિવાનંદનગર સોસાયટી, અમદાવાદ એ પોતાના  મહીન્દ્રા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂની નાની-મોટી બોટલ નંગ-૭૦૮ કિ.રૂ.૨ લાખ ૧૯ હજાર ૬૦૦ તથા  રોકડા રૂ.૫૦૦ તથા એક સાદો ફોન અને મહીન્દ્રા XUV  ગાડી  કિ.રૂ. પાચ લાખ કુલ રૂપિયા ૭ લાખ ૨૦ હજાર ૬૦૦ નો  મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. તથા  મુદ્દામાલ આપનાર ચિન્ટુભાઇ રહે.આનંદપુરી રાજસ્થાન  નહિ મળી આવ્યો. ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરેલ હોય  બંન્ને વિરૂદ્ધમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: