ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
લીંબાસી-તારાપુર રોડ પર ટેમ્પા ચાલકે સામેથી આવતા મોપેડને ટક્કર મારતા મોપેડ ચાલકનું સ્થળે મોત થયુ હતુ.વસોના પેટલીના અને હાલ માતરના ભલાડાના હરીપુરા માં મહેશભાઈ પરસોત્તમભાઇ પરમાર રહે છે.
તા.૧ એપ્રિલ સાંજે સાત વાગ્યાના અરસામાં શ્રમિક મોપેડ લઇ ભલાડા થી લીંબાસી ધીરૂભાઇને લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન લીંબાસી- તારાપૂર મેઇન રોડ પર આવેલા નારદા તળાવ સામેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે સામેથી આવતા એક ટેમ્પાના ચાલકે શ્રમિકના મોપેડને આગળથી અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકનુ બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. આ અંગે પોલીસે ટેમ્પાના ચાલક સામે ફરિયાદ નોંધી છે