નડીયાદમાં ગટરના પાણી રોડ ઉપર ભરાતાં લોકોને પરેશાની

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના નાના કુંભનાથ રોડ ઉપર  કેટલાય દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા દિવસે ને દિવસે સ્થિતિ બદતર બનતી જાય છે. જેને લઇને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યાથી આ વિસ્તારના રહીશો અને રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસથી ઉભરાતી ગટરના પાણી માર્ગ પર ફરી વળતાં આ વિસ્તારમાં રહેતા રહીશોને અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગ પરની આ સમસ્યાનું તંત્ર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગ નગરજનો દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: