ખેડા જિલ્લાના છ વિધાનસભા મતવિભાગમાં ઇવિએમનું વિતરણ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ આવી છે. લોકસભા ચૂંટણી અન્વયે રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમનું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવ, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ સુધિર પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં નડિયાદથી એફએલસી-ઓકે પૈકી ૨૬૦૩-બી.યુ., ૨૩૪૫- સી.યુ. તથા ૨૪૯૭-વીવીપેટ જિલ્લાના છ વિધાનસભા મતવિભાગના સ્ટ્રોંગરૂમમાં મોકલવામાં આવ્યા હતા. આ તમામ ઇવિએમને વિટીએસ (વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ) એપ્લિકેશન દ્વારા જિલ્લાકક્ષાના કન્ટ્રોલરૂમમાંથી મોનીટર કરવામાં આવશે. જેથી ચૂંટણીના દિવસે તેને મતદાન મથકે પહોંચાડવામાં સરળતા રહેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, નડિયાદ ખાતેના વેરહાઉસમાંથી આજે જિલ્લાના છ-વિધાનસભા મતવિસ્તારો માટે વિધાનસભાવાર ઇવીએમ/વીવીપેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિધાનસભામાં ૧૨૫% બી.યુ. – સી.યુ. અને ૧૩૫% વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. આ ઇવીએમ જે તે વિધાનસભા મતવિભાગના સ્ટ્રોંગરૂમ માં રાજકીય પક્ષોની હાજરીમાં મુકવામાં આવશે. ખેડા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન સાથે મતદારોને સમક્ષ ઇવિએમ તેમજ વિવિપીએટીનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
