નડિયાદ સિંધી સમાજ દ્વારા વરૂણ દેવ ઝુલેલાલ જ્ન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે

નરેશ ગનવાણી નડિયાદ

સિંધી સમાજનું ધાર્મિક તહેવાર ચેટીચંદ નિમિત્તે નડિયાદ જવાહર નગરના જુલેલાલ મંદિર સિંધુભવન ખાતે તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૪ ના બુધવારે યોજાશે જેમાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરતી, શોભાયાત્રા,બહેરાના સાહેબ, નાટક , ડાન્સ જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

નડિયાદના જવાહર નગરમાં આવેલ ઝુલેલાલ મંદિર રાધાસિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ૧૦ એપ્રિલ બુધવારે જુલેલાલ જન્મ જયંતી ઉજવણી કરવામાં આવશે જેમાં તારીખ ૧૦ એપ્રિલ સવારે ૧૦ કલાકે આરતી ૧૨ કલાકે બેહેરાણા સાહેબ બપોરે  ૨:૩૦ કલાકે શોભાયાત્રા જેમાં દેવુસિંહ ચૌહાણ, પંકજભાઈ દેસાઈ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, સિંધી પંચાયતના પ્રમુખ કુમારભાઈ ટહેલ્યાણીના હસ્તે રિબિન કાપીને શોભાયાત્રા નું પ્રારંભ કરવામાં આવશે ત્યારબાદ જુલેલાલ મંદિરથી શોભાયાત્રા જવાહર નગર ના અલગ અલગ વિસ્તારોમાં ફરીને રાત્રે જુલેલાલ મંદિર પરત આવશે ત્યારબાદ રાત્રે ૧૦ કલાકે નટરાજ કલામંદિર દ્વારા એ અનિલ દેવરાણી ડાન્સ ગ્રુપ તરફથી રંગારંગ કાર્યક્રમ યોજાશે તારીખ ૧૧ એપ્રિલને ૭:૩૦ કલાકે મહા આરતી રાત્રે ૮ કલાકે ભંડારો (લંગર )ત્યારબાદ રાત્રે ૧૦:૩૦ કલાકે કોમેડી નાટક અને ડુબલીકેટ અમિતાભ બચ્ચનનું ડાન્સ પ્રોગ્રામ યોજાશે તારીખ ૧૨ એપ્રિલ રાત્રે  નવજવાન મંડળ દ્વારા પલવ સાહેબ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: