ગોબલજ ગામે મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહા સંમેલન યોજાયું
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ મતદારોનો વ્યાપક સંપર્ક કરી રહ્યા છે.તો ભાજપ સંગઠન દ્વારા પણ બૂથ બને પેજ કમિટીઓ સુધી પ્રચારકાર્ય જોરશોરથી હાથ ધરાયુ છે.જેના પગલે મધ્ય ગુજરાતના માલધારી સમાજે ખેડા તાલુકાના ગોબલજ ગામે પાલ્મ ગ્રીન ક્લબમાં તા.૧૩મી એપ્રિલ સાંજે મહા સંમેલન બોલાવ્યું હતું.જેમાં ખેડા અમદાવાદ સહિતના ખેડા સંસદીય વિસ્તારમાં આવેલા જિલ્લાના માલધારી ભાઈઓ બહેનો હજ્જારોની સંખ્યામાં ઉમટી લોકસભાની આગામી ચૂંટણીમાં દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા જન પ્રતિનિધિ અને ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી ચૂંટી લાવવા આહવાન કર્યું હતું.આ માલધારી મહા સંમેલનમાં સમાજના અગ્રણી કાળુ ભાઈ મુખીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ માલધારી સમાજ છેક દ્વારિકાથી દહાણુ સુધી વિસ્તરેલો છે અને તે ભારતીય જનતા પાર્ટી સાથે છે. એમ તેમણે જણાવ્યું હતું.માલધારી સમાજના મહેશભાઈ મૂંધવા,કાબા ભાઈ ભરવાડ, ધરોડાના સરપંચ અને માલધારી સમાજના યુવા અગ્રણી વિષ્ણુભાઈ ભરવાડ ,વિરમ ભાઈ ભરવાડ, ભાનુભાઈ ભરવાડ (નડિયાદ) નવઘણભાઈ ભરવાડ,બાલાભાઈ ભરવાડ,કનુભાઈ ભુવાજી,લાખાભાઈ ભરવાડ સહુ માલધારી સમાજે કમળના નિશાન પર જે કોઈ ઉમેદવાર હોય તેને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ચૂંટી લાવવા હાકલ કરી હતી. ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ભગવાન કૃષ્ણ અને માલધારી સમાજના સંબંધનો આત્મીયભાવ રજૂ કર્યો હતો.આ માલધારી સમાજનો મહેરામણ ઐતિહાસિક છે.ત્યારે આવી જ એકતા જાળવી રાખવા દેવુસિંહ ચૌહાણે હાકલ કરી હતી. માલધારી સમાજના યુવાનોને આ સંગઠનની નોંધણી કરવા શીખ આપી હતી.આ અવસરે માલધારી સમાજે ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનું પરંપરા મુજબ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.દેવુસિંહ ચૌહાણનું સોના અને ચાંદીની પાઘડીથી સન્માન કરાયું હતું
અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે અમૂલના વિકાસમાં ખેડા,આણંદ જિલ્લાના માલધારી ભાઈઓ બહેનોનું વિશેષ યોગદાન છે.દેશના વડાપ્રધાન સહુ સમાજને સાથે રાખી રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે. ત્યારે આપણે ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને મત આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીની પડખે રહેવા સહુ માલધારી સમાજને અપીલ કરી હતી.માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર,ધારા સભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ધોળકાના ધારાસભ્ય કિરીટ સિંહ ડાભી,નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહુએ દેશના વડા પ્રધાનની રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કામ કરવાની રિતીનીતિ જોઈ તેમના સંકલ્પને સાકાર કરવા ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને સાત લાખથી વધુ મતોથી ચૂંટી લાવવા માલધારી સમાજને આહવાન કર્યું હતું.ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર માલધારી સમાજને ભાજપની સાથે રહેવા અપીલ કરી હતી.દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં બોલાવેલા આ મહા સંમેલનમાં મધ્ય ગુજરાતના સહુ માલધારી સમાજના ભાઈઓ ,બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન દ્વારિકાધીશની જય બોલાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રહી ખેડા બેઠકના ઉમેદવારને જંગી બહુમતિથી ચૂંટી લાવવા સંકલ્પ સાથે જયઘોષ કર્યો હતો.માલધારી સમાજના ૧૨થી ૧૫ હજારની સંખ્યામાં માલધારી ભાઈઓ,બહેનો અને યુવાનો આ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
