મહેમદાવાદ શહેરના પંચમુખી હનુમાન મંદિરે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદના સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી મંદિરમાં પરમ રામભક્ત હનુમાનજી મહારાજશ્રીનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે.આ નિમિત્તે તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૪ને મંગળવારે સવારે ૧૦ થી ૨ કલાક દરમિયાન વિશાળયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ યજ્ઞમાં આશીર્વાદ આપવા માટે મહાન રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ચીન્મયાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે અને સૌને શ્રીરામના પરમ ભકત હનુમાનજી દાદાના યશોગાન કરાવશે.આ નિમિત્તે સમગ્ર પંચમુખી હનુમાન મંદિર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જમાત ઉઠાવી રહ્યા છે. આ નિમિત્તે સવારે ૧૦:૩૦ કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ યજ્ઞ દર્શનનો સૌને લાભ લેવા માટે મુખ્ય ટ્રસ્ટી જીતુભાઈ શાહ દ્વારા જણાવાયું છે.
