ઓનલાઇન રૂપિયા ૮૪ લાખની છેતરપિંડી કરનાર યુવકના રિમાન્ડ મંજૂર

નરેશ ગનવાણી નડિયાદ

માતર તાલુકાના સોખડાના યુવકએ ઓનલાઇન પ્લેટફોર્મ પર બ્રાન્ડેડ સૂઝની શોપિંગ કરી કંપનીને રૂપિયા ૮૪ લાખનો ચૂનો લગાવ્યો હતો આ યુવકને ખેડા એલસીબી પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા તારીખ ૨૩મી સુધીના રિમાન્ડ મળ્યા છે મહત્વની વાત એ છે છેતરપિંડના ગુનામાં પકડાયેલા આ યુવક ડેન્ટિસ્ટ ડોક્ટર છે

ખેડા જિલ્લાના માતર તાલુકાના સોખડા ગામેના આશાપુરી સોસાયટીમા રહેતા પાર્થ મનોજકુમાર શર્મા એ નાઈકી બ્રાન્ડેડના મોટા પ્રમાણમાં નકલી બુટ પરત આવેલ છે અને આ બધા બુટની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ મિન્ત્રા ડિઝાઇન પ્રા.લી. ઉપરથી કરેલ છે. એટલે કે આ યુવક નાઈકી બ્રાન્ડેડના ઓનલાઇન બુટ મંગાવતો હતો અને એ બુટ કાઢ્યા બાદ તેની જગ્યાએ ડુપ્લીકેટ બુટ મૂકીને પરત કરતો હતો કેશ ઓન ડિલેવરી ના નાણાં બુટ પરત થઈ ગયા બાદ તેને પાછા મળી જતા હતા અને આ બ્રાન્ડેડ કંપનીના બુટ તે તેના સોસ દ્વારા અન્યને વેચી દીધો હતો આ તમામ માહિતી બહાર આવી હતી જેથી ઈન્સ્ટાકાર્ટ પ્રા.લી. કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર ને રિટર્ન સેન્ટરમાંથી મળવી હકીકતના આધારે તપાસ હાથ ધરતા આ યુવકનું કારસ્તાન પકડાયું હતું આ યુવકે ૫૦૦થી વધારે અલગ અલગ ખોટી આઈડી અને ખોટા સરનામાના ઉપરથી ઉપરોક્ત ઓનલાઇન શોપિંગના પ્લેટફોર્મ પર ઉપયોગ કરી અલગ અલગ મોબાઈલ ઉપરથી ઉપરોક્ત બ્રાન્ડના બુટ ઓર્ડર કર્યા હતા. વધુમાં પાર્થ શર્માએ ૨૨ જુન ૨૦૨૩થી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી નવ મહિનામાં ૧૦૭૩ વખત આ બ્રાન્ડેડ હાઈ વેલ્યુ બુટ જેની કિંમત રૂપિયા ૮૪ લાખ થાય છે જેનો ઓર્ડર કરી છેતરપિંડી આચરી હતી

ખેડા એલસીબી પોલીસે આ પાર્થની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માગતા કોટે તારીખે ૨૩ મી સુધીના રિમાન્ડ આપ્યા છે મહત્વની વાત એ છે કે આ ભેજા બાજ પાર્થ ડેન્ટિસ્ટ ડોક્ટર છે તેના ફાધર પણ ડેન્ટિસ્ટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે ડોક્ટર જેવા ઈમેજ વાળા વ્યવસાય સાથે સંકળાયેલા યુવકના કારસ્તાનથી ડોક્ટર આલમમાં પણ ચર્ચા જાગી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!