ગરબાડા પોલીસનું ગુજરાત મધ્ય પ્રદેશની બોર્ડર પર વાહનોનું સઘન ચેકીંગ.

વનરાજ ભુરીયા , ગરબાડા

પોલીસ દ્વારા મધ્ય પ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઇ.

ચુંટણી જાહેર થતાં જ ગુજરાત સરકાર એક્શન માં આવી છે ત્યારે ચુંટણી દરમિયાન રૂપિયા કે દારૂની હેરાફેરી ન થાય તે માટે ગરબાડામાં મીનાક્યાર ગામે આવેલ ગુજરાત મધ્ય પ્રદેશ રાજ્યની આવેલ બોર્ડર પર વાહનોનું સતત ખડેપગે રહી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગથી વોચ રાખવામાં આવી રહી છે. ગરબાડા થી માત્ર બે જ કિલોમીટર ના અંતરે મધ્ય પ્રદેશ ગુજરાતની સરહદ આવેલી છે આ સરહદ પર મધ્ય પ્રદેશથી અસામાજિક તત્વો ગુજરાતમાં ના પ્રવેશે તેને લઈને ગરબાડા પોલીસ સતર્ક બની છે.મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. જો કે પોલીસે હાથ ધરેલી આ તપાસમાં હાલ કોઈપણ મોટી રકમ કે લિકરનો જથ્થો ઝડપાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: