પત્નીની સંમતીથી બીજીવાર લગ્ન કર્યા તે બાદ પતિએ અન્ય યુવતી સાથે મૈત્રી કરારથી રહેતા ફરીયાદ
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલ પંથકમા પતિને પ્રથમ પત્ની હોવા છતા પુત્ર માટે પ્રથમ પત્નીની સંમતીથી બીજીવાર લગ્ન કર્યા તે બાદ પતિએ અન્ય યુવતી સાથે મૈત્રી કરારથી રહેતા પ્રથમ પત્નીએ પોતાના પતિ અને મૈત્રી કરાર કરનાર યુવતી સહિત પીડીતાએ પોતાના પતિ, યુવતી તેની માતા અને બહેન વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
કઠલાલ તાલુકાના કલેસર ગામે રહેતી મહિલાના લગ્ન આજથી ૪૦ વર્ષ પહેલાં થયા હતા. સંતાનમાં બે દીકરીઓ છે બંને પોતાની સાસરીમાં છે. જોકે પુત્ર ન હોવાથી તેમના પતિએ પ્રથમ પત્નીની મંજૂરી સાથે અન્ય યુવતી સાથે આજથી ૨૩ વર્ષ પહેલાં ઘરસંસાર માંડ્યો હતો. જોકે બીજી પત્ની દ્વારા પણ તેમને સંતાનમાં એક દિકરો અને દિકરી છે. પતિ અન્ય બીજી પત્ની સાથે કપડવંજ મુકામે રહેતા હતા. બીજી પત્ની હોવા છતાં પતિએ ૪ ડિસેમ્બર ૨૦૨૩થી માતર પંથકમાં રહેતી અન્ય યુવતી સાથે મૈત્રી કરારથી નડિયાદ મૂકામે રહેતા હતા. પ્રથમ પતિએ આ બાબતે પતિને ટોકી કહ્યું કે આ રીતે તમે રહો છો જેથી સમાજમાં ખોટી આબરૂ કાઢો છો તેવુ કહેતાં છેલ્લા બે વર્ષથી પતિ પોતાની પ્રથમ પત્ની અને બીજી પત્નીને મારમારતો હતો. છેલ્લા ચારેક મહીનાથી પતિ તથા મૈત્રી કરાર કરનાર યુવતી અને તેના પરિવારનો ત્રાસ વધવા લાગ્યો હતો. આ તમામ લોકો શારીરિક માનસિક ત્રાસ આપતા પ્રથમ પત્નીએ પોતાના પતિ અને મૈત્રી કરાર કરનાર યુવતી સહિત તેના પરિવાર સામે કઠલાલ પોલીસમા ફરિયાદ નોંધાવી છે