ચાકલીયા પોલીસે 60,480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ચાકલીયા પોલીસે 60,480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો
ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશ મુજબ ગુનાખોરી ડામવા તેમજ આવનાર લોકસભાની ચુંટણીને લઈ કાયદો વ્યવસ્થા સાચવવા સારું પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા. પેટ્રોલીંગ હતા તે દરમ્યાન એક ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ હોવાની બાતમી મળેલ હતી. બાતમી મુજબ ચાકલીયા પી.એસ.આઇ જે.કે. રાઠોડ પોતાના પોલીસ સ્ટાફ સાથે છાયણ, કાળાપીપળ નવા બની રહેલ કોરીડોર રસ્તાની બાજુમાં જંગલ વિસ્તારમાં મોટરસાયકલ MP-45–MD-0763 લઈને આવતા વાહન રોકી તપાસ કરાતા વિદેશી દારૃ મળી આવેલ હતો. પોલીસ દ્વારા ઈસમનુ નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ રાજેશ કાળિયા સીંગાડીયા ( ગોરીયાખાંઘા, થાંદલા, મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. આ ઈસમ પાસે તપાસ કરાતા તેની પાસે થી બિયરની કુલ-21 પેટી જેમાં કુલ 504 નંગ બિયરની બોટલો જેની અંદાજિત કિંમત 60,480 છે અને મોટરસાયકલની કિંમત 30000 થઈ કુલ 90480 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

