કઠલાલ તાલુકામા ટ્રેકટર ચાલકે મોપેડને અડફેટે લેતાં એક મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલના જીતપુરા તળાવ નજીક ટ્રેકટર ચાલકે મોપેડને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ સવાર બંને ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતા જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતા.
કપડવંજના કલાજીમાં રહેતા અનીલ પરમાર કઠલાલના કાણીયેલના જીતપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા.
ગુરુવારે બપોરે અનિલ અને મહુધા ભૂમસમાં રહેતા વિશાલ દિનેશભાઈ ચૌહાણ મોપેડ પર કઠલાલ સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન જીતપૂરા તળાવ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે કઠલાલ તરફ થી આવતા એક ટ્રેકટર ચાલકે સામેથી આવી મોપેડને અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ પર સવાર બંનેને ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને મૃત જાહેર કર્યા હતા ત્યારે અનીલને શરીરે ઈજા પહોંચી હતી.
