ખેડા જિલ્લામાં દસ જગ્યાએ ચોરી કરનાર ઇસમને પોલીસે ઝડપી પાડયો
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા ટાઉન પોલીસે ખેડાના ચાદણા ગામની સીમમાંથી એક ઇસમ ઝડપાયો છે.
પોલીસે આરોપી પાસેથી ચોરીની બાઈક સાથે ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે પુછપરછ કરતા ૧૦ જગ્યાએ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
ખેડા ટાઉન પોલીસે ગઇકાલે બાતમીના આધારે ખેડાના ચાદણા ગામની સીમમાંથી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી ને પુછપરછ કરી હતી. જેમાં તણે પોતાનું નામ અનીલ ઉર્ફે હર્ષદ હઠીસિહ વાઘેલા રહે.ખુમરવાડ, ખેડા. પોલીસે અનિલ પાસેથી ચોરીનું મોટર સાયકલ અને કોપર કોયલ સાથે ૩૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખેડા, ગાડવા-ગોઠાજ, આણંદ સહિત દસ જગ્યાએ કોપર કોયલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસની તપાસમાં આરોપી અગાઉ એમજીવીસીએલમા કોન્ટ્રાક્ટર સાથે મજુરી કરવા જતો હતો તેમજ ટ્રાન્સફોર્મરને લગતી કામગીરીનો જાણકાર હતો. અને એમજીવીસીએલના લગત કામકાજ માટે ખેડા, મહેમદાવાદ, માતર, લીંબાસી ગામે જતો હતો તેમજ આ આરોપી ટીસી ના ચાલુ કરન્ટને લાકડાના ડંડો મારી કરન્ટ બંધ કરી ટ્રાન્સફોર્મર તોડી કોપરની કોયલ ચોરી કરતો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
