ઝાલોદ પોલીસ સ્ટેશનની સામે અજાણ્યા વાહનની અડફેટે આવતા નાનું વાછરડું ઈજાગ્રસ્ત.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ પોલીસ સ્ટેશનની સામે અજાણ્યા વાહનની અડફેટે આવતા નાનું વાછરડું ઈજાગ્રસ્ત

ઝાલોદ પોલીસ સ્ટેશનની સામે એક વાછરડાને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું. વાહન ચાલક વાછરડાને અડફેટે લઈ ઈજાગ્રસ્ત કરી નાસી ગયેલ હતો. નગરના સામાજિક કાર્યકર્તા તેમજ ગૌ પ્રેમીયોને આ વાતની ખબર પડતાં તૈયારીમાં ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. તેમજ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ જોતાં વાછરડાનો પગ ભાગી ગયેલ જોવા મળેલ હતો. તેથી તાત્કાલિક જીવદયા પ્રેમી મનિષભાઈ પંચાલ દ્વારા 1962 કરુણા એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. જીવદયા એમ્બ્યુલન્સના ડોક્ટર તેમજ ગૌ રક્ષક એવા મનિષભાઈ પંચાલ, વિપુલભાઈ, વિજયભાઈ ભાટીયા અને અન્ય લઘુમતી સમાજ દ્વારા ડોક્ટર સાથે રહી મદદ કરીને વાછરડાને પગમા પ્લાસ્ટર કરવામા આવ્યુ હતુ , વાછરડાને સમય પર સારવાર મળતાં સહુ ગૌ રક્ષકોએ સરકારની કરુણા એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: