કુરીયર બોયના આંખમાં મરચાની ભૂકી નાખી ઈસમે ૪ મોબાઇલ અને બાઇક લઈને ભાગી ગયો.
નરેશ ગનવાણી નડિયાદ

માતર પાસેના ખાંધલી ગામની સીમમાં ઈસમે ઓનલાઇન ૪ મોબાઇલ ફોન મંગાવ્યા કુરીયર આવતા કુરીયર બોયના આંખમાં મરચાની ભૂકી નાખી ઈસમે રૂપિયા ૧.૪૯ લાખના ૪ મોબાઇલ તેમજ બાઇક લઈને પલાયન થઈ ગયો. આ બનાવના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના માનપુરા ગામે રાજપુરા ફળિયામાં રહેતા નરેશકુમાર દિનેશભાઈ ઠાકોર જે પેટલાદમાં આવેલ ઇકોમ એક્સપ્રેસ કુરિયર લિમિટેડ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગઇકાલે સવારે નરેશભાઈ કુરિયર ઓફિસમાંથી અલગ અલગ ગ્રાહકોના કુરિયરના પાર્સલો લઈ બાઇક પર પીપળાવ, ત્રંબોવાડ તથા મલાતજ ગામે ડિલિવર કરવા નીકળ્યા હતા. બપોરના દોઢેક વાગ્યાની આસપાસ મુકેશભાઈ રાઠોડ નામની વ્યક્તિ વાળા આઈડી પાર્સલ મંગાવનાર સાથે મોબાઈલ ઉપર વાત કરી હતી. આ વ્યક્તિએ માતર ના ખાંધલી ગામની કેનાલ પર બોલાવ્યા હતા. ત્યારબાદ કુરીયર બોય અને મુકેશ બંને અહીંયા ભેગા થયા હતા. દરમિયાન આ નરેશભાઈએ મુકેશને ૪ મોબાઇલના પાર્સલો હેન્ડ ટુ હેન્ડ આપ્યા હતા. મુકેશે આ પાર્સલ ઓપન કુરિયર માંગતા જે નરેશભાઈએ કહ્યું કે અમારી કંપનીના નિયમ મુજબ નથી આવતું તેથી મુકેશભાઈએ પાર્સલ લેવાની ના પાડી અને ઓર્ડર કેન્સલ કરાવ્યો. ત્યારબાદ નરેશભાઈ ત્યાંથી પોતાની બાઇક લઈને નીકળી રહ્યા હતા ત્યારે મુકેશે પોતાના ખીસ્સામાંથી એકાએક મરચાની ભૂકી કાઢી ડીલીવરી બોય નરેશના આંખમાં નાખી હતી અને. મુકેશ નરેશભાઈને ધક્કો મારી ત્યાંથી પાર્સલમા આવેલા ૪ મોબાઇલના પાર્સલો કિંમત રૂપિયા ૧ લાખ ૪૯ હજાર ૨૩૭ તેમજ ડીલીવરી બોયનુ બાઇક લઈને ભાગી ગયો. નરેશભાઈને આંખમાં બળતરા થતી હોવાથી તેઓ નહેરના પાણીથી આંખો ધોઈ હતી બાદમાં કુલ રૂપિયા ૧ લાખ ૭૯ હજાર ૨૩૭ના મુદ્દામાલની લૂંટ થઈ હોવાનું નરેશભાઈના ધ્યાને આવતાં તેઓએ આ મામલે મોડી સાંજે માતર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી મુકેશ રાઠોડને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
