શંકાશીલ પતિએ દરવાજો ખુલ્લો રાખવા જેવી બાબતે પત્નીને હથોડીના ફટકા માર્યા
નરેશ ગનવાણી નડિયાદ

મહુધા પંથકમાં શંકાશીલ પતિ પોતાની પત્ની સાથે ચારિત્ર્ય અંગે શંકા રાખી તકરાર કરતો હતો. પોતાના પિયરમાં આવેલી પરીણિતા સાથે પતિએ દરવાજો ખુલ્લો રાખવા જેવી બાબતે હથોડીના ફટકા મારતાં ઈજાગ્રસ્ત પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહુધા તાલુકાના મંગળપુર ગામે રહેતી યુવતીના લગ્ન આજથી એક વર્ષ અગાઉ વર્ષ 2023મા નડિયાદ તાલુકાના સલુણવાટા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. છેલ્લા 6 મહિનાથી પતિ પોતાની પત્નીને અસહ્ય ત્રાસ આપતો હતો. નાની નાની વાતોમાં પોતાની પત્નીને મારજુડ કરતો હતો. 22 એપ્રિલ 2024ના રોજ પત્નીના પિયરના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી પરીણીતા પતિ સાથે પીયર મંગળપુર આવી હતી. 26 એપ્રિલના રોજ પીડીતા પીયર માં બપોરના સમયે ગરમીના કારણે આગળનો દરવાજો સાધારણ ખુલ્લો રાખી સુતી ગઇ હતી. ત્યારે એકાએક આવી જતા પતિએ આ બાબતે શંકા દર્શાવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આક્રોશમ આવેલા પતિએ પત્નીને હથોડીના 3-4 ફટકા મારી દીધા ત્યારે આસપાસના લોકો ભેગા થઇ જતાં પતિ ત્યાંથી ભાગી ગયો. ઈજાગ્રસ્ત પીડીતાને તુરંત સારવાર અર્થે મહુધાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ મામલે પીડીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
