મહેમદાવાદના વૈજનાથ મહાદેવ ખાતે જ્યોતિષ નિશુલ્ક કેમ્પ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ શહેરના સ્વામી કૃષ્ણનંદજી સમાજ સેવા ટ્રસ્ટ તથા ગીતામંદિર નડિયાદના સંયુક્ત ઉપક્રમે જ્યોતિષીઓનો એક મેગા કેમ્પ વૈજનાથ મહાદેવ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં એક હજાર થી વધુ લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો આ મેગા કેમ્પના આરંભે સંસ્થાના ટ્રસ્ટી અલ્પેશભાઈ શાહ વિક્રમભાઈ વૈદ ડોક્ટર પ્રજ્ઞેશ પંડ્યા એ સર્વ જ્યોતિષ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ નિશુલ્કતમાં હસ્તરેખાશાસ્ત્રીઓ કુંડલી શાસ્ત્રીઓ વાસ્તુશાસ્ત્ર સિગ્નેચર સ્પેશિયાલિસ્ટ હિરલ થેરાપી અંક જ્યોતિષ વિવિધ નિષ્ણાતોએ નડિયાદ આણંદ વડોદરા વિરમગામ બેચરાજી ડાકોર અમદાવાદ સહિતના વિવિધ જિલ્લા મથકોથી સૌ પધાર્યા હતા તેઓ એમહેમદાવાદ શહેર અને તાલુકાના સૌને જ્યોતિષનું માર્ગદર્શન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપીને તેઓના સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સલાહ આપી હતી આ પ્રસંગે સેવા ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત સૌ જ્યોતિષોનું પ્રમાણપત્ર અને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જન્માક્ષર મેળવવા ઈચ્છુ કોને નજીવા દર થી જન્માક્ષર ની કોપી કાઢી આપવામાં આવી હતી જેનું પણ ૫૦૦ થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા વડોદરાના ભાવનાબેન કંસારા સહિત વૈજનાથ મંદિરના મુખ્ય સંચાલક નિકુલભાઇ મહેતા વગેરે કર્યું


