નડિયાદ પાસે બે મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનુ મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના માંઘરોલી-સોડપુર રોડ ઉપર બે મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલકનું મોત નિપજયુ હતુ. અને અકસ્માત સર્જનાર મોપેડ ચાલકને વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ થી આણંદ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ફરિયાદ નોંધી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર
નડિયાદ તાલુકાના સોડપૂરમાં રહેતા શનાભાઇ સોમાભાઇ ચાવડા અલિન્દ્રા મોટર રિવાઈન્ડીગ દુકાન ચલાવતા હતા. બપોરે વૃદ્ધ મોપેડ પર અલીન્દ્રા થી સોડપુર ઘરે જતા હતા. દરમિયાન માંઘરોલી- સોડપુર રોડ ઉપર તળાવની પાળ પાસે સામેથી આવતા એક મોપેડ ચાલકે વૃધ્ધના મોપેડને ટક્કર મારી હતી. આ બનાવમાં બન્ને મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર મોપેડ ચાલકને વધુ સારવાર અર્થે આણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શનાભાઇ ચાવડાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક વૃધ્ધના પૌત્ર યોગેશકુમાર નટુભાઇ ચાવડાએ ચકલાસી પોલીસ મથકે અકસ્માત સર્જનાર મોપેડ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
