ઝાલોદ પોલીસે એક જ દિવસમાં બે અલગ અલગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલીસે એક જ દિવસમાં બે અલગ અલગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો કુલ 90428 નો વિદેશી દારૂ ઝડપાયો સાથે એક એક્ટીવા, ઓટો રિક્ષા, અતુલ શક્તિ છકડો તેમજ મોબાઈલ સાથે ચાર ઈસમોને ઝડપી પડાયા
ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા સારું તેમજ આવનાર લોકસભાની ચુંટણીને લઈ પી.એસ.આઇ માળી પોતાના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા ત્યારે ડી.વાય.એસ.પી પટેલને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ડુંગરા તરફથી એક ઓટો રિક્ષા વિદેશી દારૂ લઈ આવી રહેલ છે તેને લઈ પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી તેવામાં બાતમી વાળું વાહન રાજસ્થાનના ડુંગરા તરફ થી એક ઓટો રિક્ષા GJ-01-TB-1028 લઈ આવતો હતો અને આ રીક્ષા નુ પાયલોટીંગ બે ઈસમો એક્ટિવા GJ-27-FD-7434 કરી રહેલ હતા. પોલીસ દ્વારા વાહન રોકતા ઓટો રિક્ષા માથી વિદેશી બનાવટનો દારૂ મળી આવેલ હતો તેથી પોલીસ દ્વારા ઓટો રિક્ષા ચાલક અને એક્ટિવા પર બે ચાલક મળી કુલ ત્રણ વ્યક્તિની અટક કરી હતી. આ ત્રણે ઈસમો અમદાવાદના રહેવાશી હતા. જેમના નામ શાહરુખ નાશીર પઠાણ, અયુબ ઇમામ શેખ, મો.આરીફ બાબુ સૈયદ હતા. આ ત્રણે ઈસમો પાસેથી પોલીસને ઇંગ્લિશ દારૂની 464 બોટલ જેની અંદાજિત કિંમત 40368, ઓટો રિક્ષા 150000 ,એક્ટીવા 30000 અને બે મોબાઈલ 8000 થઈ કુલ 228368 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. બીજા એક બનાવમાં ઝાલોદ પોલીસને બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરા તરફથી આવતો અતુલ શક્તિ છકડો GJ-20-W-3464 ભંગાર ભરી આવતો હતો ત્યારે પોલીસ દ્વારા છકડાને રોકી ચેક કરવામાં આવતા ભંગારની નીચે વિદેશી દારૂ મળી આવેલ હતો. તેથી પોલીસ દ્વારા છકડા ચાલક ભરત પ્રકાશ ગોસાઈ ( દેલસર ,ગોદીરોડ, દાહોદ) ની અટકાયત કરી હતી. છકડા માથી પોલીસને વિદેશી બિયરની કુલ 288 બોટલ જેની કિંમત 50060 , છકડો 150000 તેમજ એક મોબાઈલ 5000 સાથે કુલ 205060 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કરતા હાથ ધરેલ છે. આમ ઝાલોદ પોલીસને એક જ દિવસમા બે વિદેશી દારૂના કેસ નોંધી સફળતા મેળવી હતી.