કપડવંજ તાલુકામાં ટ્રેક્ટરની પાછળ કાર ઘૂસી જતાં માતા પુત્રી ઘાયલ
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકાના આંત્રાોલીથી તોરણા રોડ પર બોરવેલની પાઇપ લઇને જઇ રહેલા ટ્રેક્ટર સાથે કારને અકસ્માત સર્જાતા પાઇપ કારની આરપાસ નીકળી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કપડવંજ તાલુકાના આંત્રોલી ગામથી તોરણા ગામને જોડતા માર્ગ પર સવારે બોરવેલની પાઇપ ભરીને પસાર થઇ રહેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરની પાછળ આવી રહેલી કારની બ્રેક ન લાગતાં કાર ટ્રેક્ટરમાં ઘુસી ગઇ હતી અને બોરવેલની પાઇપ કારમાં આરપાર નીકળી જતાં કારમાં સવાર મિલનકુમાર જશુભાઈ પરમાર અને તેમની માતા રેખાબેન જશુભાઈ પરમારને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને કારમાંથી બહાર કાઢીને સારવાર અર્થે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
