લોકસભા ચૂંટણી જિલ્લાની બહેનો સામૂહિક મહેંદી મતદાન જાગૃત્તિ કાર્યક્રમાં જોડાઈ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તથા આરોગ્યા શાખાની આશા બહેનો દ્વારા સંયુક્ત મહેંદી કેમ્પેઇનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ખેડે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અને ટીપ પ્રવૃત્તિઓના માધ્યમથી મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન સ્વીપ અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન વીઆઇપી અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજન અન્વયે નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓના આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે આજ રોજ ખેડા જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તથા આરોગ્યા શાખાની આશા બહેનો દ્વારા સંયુક્ત મહેંદી કેમ્પેઇનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મતદાન જાગૃત્તિના વિવિધ સૂત્રોની મહેંદી મૂકી હતી. જેમાં વોટ ફોર ઇન્ડિયા ૭ મે, ૨૦૨૪ મતદાન કરીએ ભારત દેશનો મહા તહેવાર – મતદાન કરો મેરા મત મેરા અધિકાર ‘મતદાન મેરા અધિકાર વોટ પ્લીઝ મતદાન – દેશ કા મહાન ત્યૌહાર અપને મનમે વચન બનાએ- મતદાન જરૂર કરકે આયે, વોટ ફોર સ્યોર, જેવા વિવિધ સૂત્રો સાથે અવનવી મહેંદી મૂકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો. આ તકે મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાનના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. શાખાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા થયેલ કાર્યક્રમમાં અંદાજે ૪ હજાર થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.