ઝાલોદ તાલુકાના દારૂનો વેપાર કરનાર બુટલેગરોમા ફફડાટ : પોલીસ દ્વારા સતત ચોથો દારૂનો કેસ ઝડપી પાડયો.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના દારૂનો વેપાર કરનાર બુટલેગરોમા ફફડાટ : પોલીસ દ્વારા સતત ચોથો દારૂનો કેસ ઝડપી પાડયો

ઝાલોદ નગરના પી.એસ.આઇ એમ.એમ.માળી તેમના પોલીસ સ્ટાફ સાથે ગરાડુ બોર ફળીયામા ત્રણ રસ્તે વાહન ચેકિંગમા હતા તે સમયે તેમને બાતમી મળેલ હતી કે બે ઈસમો રાજસ્થાનના મોનાડુંગર મુકામે થી બોલરો ગાડી GJ-02-VV-9431 મા ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને લાવી રહેલ છે. પોલીસ દ્વારા ફ્લાઇંગ સ્કવોડની ટીમને સાથે રાખી રોડ પર જરૂરી આડાશ કરી વાહન ચેકીંગ કરી રહેલ હતા. ત્યારે ચોક્કસ બાતમી વાળું વાહન આવતા પોલીસ દ્વારા રોકવાનો ઈસારો કરવામાં આવતા ગાડીના ચાલક દ્વારા ગાડીને વળાવી ભાગવા લાગતા પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા ગાડીના ચાલક દ્વારા ગાડી ઉભી રાખી ડુંગરોની આડમા ભાગી જવાની કોશિશ કરવામા આવતા પોલીસ દ્વારા પીછો કરી ચાલક અને તેની સાથેના ઈસમને પકડવા પીછો કરવામાં આવેલ હતો. પોલીસ દ્વારા દોડીને પીછો કરાતા ચાલક ઇસમ પકડાઈ ગયેલ હતો અને તેની સાથેનો બીજો ઈસમ નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા ગાડી ચાલક ઈસમની પૂછપરછ કરાતા તેને તેનું નામ પર્વત પુંજા મુનીયા, મોરવા હડફ, પંચમહાલ બતાવેલ હતું. પોલીસ દ્વારા વાહનની તલાસી લેતા આ ગાડી માથી પોલીસને ઇંગ્લિશ દારૂની કુલ 42 પેટી જેમાં 1008 બોટલ હતી જેની અંદાજિત કિંમત 116880 અને બોલરો ગાડીની કિંમત 300000 થઈ કુલ 468880 રૂપિયાનો માલ પી.એસ.આઈ માળી તેમજ તેમની સાથે ફ્લાઇંગ સ્કવોડ ઈન્ચાર્જ વી.આર.સંગાડા અને અન્ય પોલીસ સ્ટાફને સાથે રાખી પકડાયેલ ઈસમ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ દ્વારા સતત ચોથો દારૂનો કેસ પકડવામાં આવતા હાલતો દારૂનો વેપલો કરતા બુટલેગરોમા ફફડાટ ફેલાઇ જવા પામેલ જોવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!