ઝાલોદ ટાઉન પોલીસ ડી.વાય.એસ.પી પટેલ દ્વારા આવનારી લોકસભા ચૂંટણી અંતર્ગત ઝાલોદ નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ ટાઉન પોલીસ ડી.વાય.એસ.પી પટેલ દ્વારા આવનારી લોકસભા ચૂંટણી અંતર્ગત ઝાલોદ નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું
ઝાલોદ, લીમડી, ચાકલીયા, સંજેલી, સુખસર, ફતેપુરાના પી.એસ.આઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો
આવનાર લોકસભાની ચુંટણી તારીખ 07-05-2024 મંગળવારના રોજ યોજાનાર છે. સમગ્ર ચુંટણી દરમ્યાન નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ પૂર્વક ચુંટણી યોજાય તે માટે નગરમાં પોલીસ સ્ટાફ સાથે ફૂટ માર્ચ કાઢવામાં આવ્યું હતું. આ ફૂટ માર્ચમા દાહોદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.આર.પટેલ, સી.પી.આઇ રાઠવા, પી.એસ.આઈ માળી, સેકન્ડ પી.એસઆઇ સીસોદીયા તેમજ સાથે સાથે લીમડી, સંજેલી,ચાકલીયા, સુખસર, ફતેપુરાના પી.એસ.આઈ અને મોટા પ્રમાણમાં લોકસભાની ચુંટણીની વ્યવસ્થા માટે આવેલ પોલીસ સ્ટાફ સાથે ઝાલોદ પોલીસ સ્ટેશન થી નગરના માર્ગો પર ફરી હતી.