ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલનુ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 55.76% અને સામાન્ય પ્રવાહનું 90.19% પરિણામ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલનુ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 55.76% અને સામાન્ય પ્રવાહનું 90.19% પરિણામ

આજરોજ 09-05-2024 ગુરુવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવાના આવ્યું હતું. આ પરીક્ષામાં કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલ સંચાલિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમા કુલ 52 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે માથી 29 વિદ્યાર્થી પાસ થતા પરિણામ 55.76% આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે પઠાણ અલવિરા એસ. 700/632 90.28% ,બીજા નંબરે પટેલ મુલ્લશીરા.આર 700/626 89.42% તેમજ ત્રીજા નંબરે પંચાલ રિયા જીતેન્દ્ર 700/609 87.00% લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

સામાન્ય પ્રવાહમા કુલ 255 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી તેમાથી 230 વિદ્યાર્થીઓ પાસ થતા બી.એમ.હાઇસ્કુલનુ પરિણામ 90.19% આવેલ હતું. સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે પ્રજાપતિ વંશીકાબેન માંગીલાલ 650/469 72.15% ,બીજા નંબરે ડામોર નિરંજના ચુનીલાલ 650/452 69.53% તેમજ ત્રીજા નંબરે વસૈયા કરણસિંહ આનંદસિંહ 650/445 68.46% લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. દરેક વિધાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા બદલ આચાર્ય મિત્તુલ પટેલે સહુને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: