કમાન્ડર જીપ ચાલક દ્વારા વાહન ગફલત રીતે હંકારતા બાઇક ચાલકનું મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
કમાન્ડર જીપ ચાલક દ્વારા વાહન ગફલત રીતે હંકારતા બાઇક ચાલકનું મોત
ગોવિંદભાઈ કીડીયા ડામોર તેમની સાસરીમાં ઝાલોદ તાલુકાના લીમડી પાસે આવેલ પારેવા ગામે પોતાની સ્પલેન્ડર બાઇક GJ-20-0990 જઈ રહેલ હતા ત્યારે પારેવા ગામની હાંડી ચોકડીએ કમાન્ડર જીપ GJ-17-C-2044 ના ચાલક દ્વારા ગફલત રીતે પુરઝડપે હંકારતા બાઇક ચાલકને અડફેટે લીધેલ હતું. બાઇક સવાર ઈજાગ્રસ્ત ગોવિંદભાઈને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલમા ખસેડવામાં આવેલ હતા ત્યાં ત્રણ દિવસની સારવાર બાદ ઈજાગ્રસ્ત ગોવિંદભાઈનુ મૃત્યુ થયેલ હતું. મૃતકના ભાઈ દ્વારા અજાણ્યા કમાન્ડર જીપ ચાલક વિરૃધ્ધ લીમડી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ કરવા ફરિયાદ કરેલ છે.