નડિયાદમાં ૧૦ દિવસીય બાળ સંસ્કાર ગ્રીષ્મ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સંતરામ મંદિર યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અંખડ જ્યોતના શુભ આશીર્વાદ તથા પ્રાત:સ્મરણીય પ.પૂ. મહંત રામદાસજી મહારાજના માર્ગદર્શન અને આજ્ઞા અનુસાર શ્રી બાલયોગી સત્સંગ સંસ્કાર કેન્દ્ર સભા સંતરામ મંદિર નડિયાદ ૧૦ દિવસીય બાળ સંસ્કાર ગ્રીષ્મ શિબિર નું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં લગભગ ૧૧૦ થી વધારે બાળકોએ ભાગ લીધો છે. તિબેરી ના પ્રથમ દિવસે પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શ્રી બાલયોગી સત્સંગ સંસ્કાર કેન્દ્ર સભાના લોગોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને ત્યારબાદ રામદાસજી મહારાજ તથા સંતવૃંદના આશીર્વાદ બાળકોને પ્રાપ્ત થયા. દસ દિવસીય બાળ સંસ્કાર ગ્રીસમાં શિબિર નો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તથા યોગ્ય દિશામાં તેમના જીવનનું ઘડતર અને વિકાસ થાય છે. આ શિબિરમાં બાળ સંસ્કાર, સંસ્કૃત, રામાયણ/મહાભારતના પ્રસંગો, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઇન્ડોર/આઉટડોર રમતો, જીવન કુશળતા, વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે.