નડિયાદ પાસે કાર ચાલકે  ગફલતભરી રીતે ચલાવી વરઘોડામાં હાજર લોકોને અડફેટે લીધા 

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના માઘરોલી ગામ ચૌલક્રીયાના વરઘોડામાં  કાર ધસી આવતા ૭ લોકોને ઝપેટમાં લિધા હતાં  આ બનાવ મામલે ચકલાસી પોલીસમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના માંઘરોલી ગામે રહેતા સરસ્વતીબેન ભરતભાઇ પરમાર ગઇકાલે  તેમના કુટુંબી વિજયભાઇ મેલાભાઈ પરમારના પુત્રની ચૌલક્રીયામા  વરઘોડાનું આયોજન કરેલ હતો.  આ વરઘોડો ગામમાથી નીકાળી ભાથીજી મંદીરે સંતરામપુરા ખાતે જતા હતા. તે વખતે આવેલ હરસિધ્ધી માતાના મંદીર આગળ રસ્તામાં દર્શન કરવા માટે આ વરઘોડો રોકાયેલ હતો. ત્યારે એક કાર ચાલકે  ગફલતભરી રીતે ચલાવી  વરઘોડામાં હાજર લોકોને અડફેટે લીધા  જેમાં ૭ લોકોને નાની મોટી ઈજઓ પહોંચી હતી.
અકસ્માત બાદ બે ૧૦૮ મારફતે ઘાયલોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.  આ અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!