સેવાલિયામાં વિદેશી દારૂ સાથે બે ઇસમો ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ

મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ સેવાલિયા ખાતે પોલીસ વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી ના આધારે ગોધરા તરફ આવતી ગાડી માં મુકેલ પાવર ટ્રાન્સફરમર માંથી વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ સાથે ઉત્તરપ્રદેશ બે ઈસમો ને ઝડપી પાડયા હતા જેમાં સલીમ વકીલઅહેમદ ચૌધરી રહે હાપુર ઉત્તરપ્રદેશ અને મહંમદ
આલમ કમરૂદીન ચૌધરી રહે હાપુર ઉત્તરપ્રદેશ બન્ને ગાડી માં મુકેલ પાવર ટ્રાન્સફોર્મર માં ગેરકાયદેસર વિદેશી દારૂ ૭૫૦ મિલી કાચ ની બોટલો નંગ-૨૪૦, ૧૮૦ મિલી ના કાચના ક્વાર્ટર નંગ-૮૨૫૬ તથા બિયર ૫૦૦ મિલી ના ટીન નંગ ૫૪૪૮ મળી કુલ ૯,૬૭,૨૦૦ મળી કુલ મુદામાલ મળી કુલ ૧૬,૭૭,૨૦૦ પ્રોહી મુદામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
