ચાકલીયા પોલીસ દ્વારા બે અલગ અલગ જગ્યાએ થી 14,080 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ચાકલીયા પોલીસ દ્વારા બે અલગ અલગ જગ્યાએ થી 14,080 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
ચાકલીયા પોલીસને કચલઘરા ગામે એસ.ટી બસ સ્ટેશનની પાસે એક મહિલા વિમલના થેલામાં દારૂ લઈ જઈ રહેલ હોવાની બાતમીને આધારે ચેક કરતા વિમલના થેલામાં દારૂ મળી આવેલ હતું. મહિલાની અટક કરી પૂછપરછ કરાતા તેમણે પોતાનું નામ રીસાબેન તીરુભાઇ સીંગાડીયા ( ગુવાળી આજુણ ફળીયા, મેઘનગર ) બતાવેલ હતું. આ મહિલા પાસેથી પોલીસને 96 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેની અંદાજિત કિંમત 10560 રૂપિયા છે.
બીજા એક બનાવમાં અનિલ રામસિંગ બારીયા ( રળીયાતીભુરા )ના રહેંણાક મકાનમાં ઇંગ્લિશ દારૂનુ છુટક વેંચાણ કરી રહેલ હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. પોલીસ દ્વારા સ્થળ પર જઈ રેઈડ કરાતા ઘરે કોઈ હાજર મળેલ ન હતું, પોલીસ દ્વારા મકાનની તલાસી લેતા અંદાજીત 24 બોટલ વિદેશી દારૂની મળી આવેલ હતી. જેની કિંમત અંદાજીત 3520 જેટલી થાય છે. આમ ચાકલીયા પોલીસને એક જ દિવસમાં બે અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૃ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
