રૂપિયાના નકલી બંડલ બતાવી લલચાવી દાગીના તફડાવતી છારા ગેંગના બે સાગરિતો ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં અમદાવાદની ઠગ ટોળકી સક્રિય થઈ દાગીના સહિત કિંમતી ચીજવસ્તુઓ પડાવતી હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી. પૂંઠા જેવુ રૂપિયા ૫૦૦ના દરનુ નાણાંનું નકલી બંડલ બનાવી લોકોને છેતરવામાં આવતા હતા. લોકોને લલચાવી ધ્યાન અન્ય તરફ દોરી દાગીના સહિત કિંમતી ચીજવસ્તુઓની તફડંચી કરાતી હતી. તાજેતરમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટલિજસ્ટ ક્લુના આધારે આવી ઠગ ટોળકી જે રીક્ષામાં બેસી સમગ્ર ગુનાને અંજામ આપતી તે રીક્ષાને સીસીટીવી કેમેરા ના મદદથી પકડી લેવામાં આવી છે.

પોલીસે આ શંકાસ્પદ રીક્ષા ને કબ્રસ્તાન ચોકડીથી સોની બજાર તરફ જતા રસ્તામા વોચ ગોઠવી પકડી લીધી હતી. રીક્ષા ચાલક બાબુ મોતી મારવાડી (રહે.સીગરવા, અમદાવાદ) અને પાછળ બેઠેલ મહિલા વાલીબેન સુરજ સોલંકી (રહે.નાના ચીલોડા, અમદાવાદ)ને ઝડપી ઝડપી પાડયા છે. અને પૂછપરછ કરતાં તેમણે પોતે દાગીના તફડાવવાના ગુનાની કબૂલાત કરી હતી. બે દિવસ પહેલા તેમણે નડિયાદમાં આવી આ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે.

પોલીસે પુછતાછ  કરતા વધુ બે લોકોના નામ બહાર આવ્યા છે. જેમાં સંજય ઉર્ફે સંજુ ઉર્ફે અર્જુન અને પુનમ ઉર્ફે પુનીયો રાજુ રાઠોડ (બંને રહે. અમદાવાદ)નો સમાવેશ થાય છે. વધુમાં અમદાવાદની છારા ગેંગના સભ્યો હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આમ ચારેય લોકો મળીને રીક્ષા લઈને બહારના જિલ્લાઓમાં પહોંચી, રસ્તે ચાલતા જતા રાહદારીઓને  સરનામું પૂછવાના બહાને તેમજ ભાડાના પૈસાના માંગણી કરી પોતાની પાસે કાગળ તથા પૂઠામાંથી બનાવેલ પૈસા જેવું નોટોનું બંડલ બતાવી અને તે આપવાની લાલચ આપી સોનાની તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ લઈને ભાગી જતા. નડિયાદમાં આ રીતના ગુનાને અંજામ આપ્યો છે તેમ પણ કબૂલાત કરી છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી રીક્ષા સાથે સોનાની ચેઈન અને બે મોબાઇલ ફોન કબ્જે કર્યા છે અને આ અમદાવાદની છારા ગેંગના અન્ય સભ્યોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!