મહુધા તાલુકામાં મેલડી ધામના કમ્પાઉન્ડમાં અજાણ્યા ઈસમોએ ૧. ૩૫ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા

નરેશ ગનવાણી નડિયાદ

મહુધા તાલુકાના નાની ખડોલ સીમમાં આવેલ મેલડી ધામના કમ્પાઉન્ડમાં  અજાણ્યા ઈસમોએ સભા સ્થળેથી માતાજીના ચાંદીના છતર નંગ બે વજન બે કિલો, ચાંદીનો મુગટ ૯ કીલો, ચાંદીનો રથ ૧.૫ કિલો તમામ મળી કુલ ૪.૫ કિલો ચાંદીના દાગીના કિ.રૂા. ૧ લાખ ૩૫ હજાર ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથની તલાલા તાલુકાના આંબરવેલ નેસ ગામના લક્ષ્મણભાઈ મણસુરભાઈ શેખડીયા (ગઢવી) નાની ખડોલ સીમમાં આવેલ મેલડીધામમાં ગાયોને સાચવવાનું પશુપાલનનું કામકાજ કરે છે  રાત્રીના મંદિરની જગ્યામાં  રૂમમાં પત્ની સાથે સુઈ ગયા હતા. તા.પના રોજ ગાયો દોહવા માટે ગયા હતા ૭ વાગે મંદિરના ટ્રસ્ટી
ભરતભાઇ અમરતભાઈ પરમાર રહે. અમદાવાદનાઓ સાથે સભા સ્થળે ગયા હતા તે સમયે માતાજીનો ચાંદીનો મુગટ, ચાંદીના છત્તર, અને ચાંદીનો રથ કુલ વજન૪.૫ કિલો કિ.રૂા. ૧ લાખ ૩૫ હજાર ની કોઈ ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે લક્ષ્મણભાઈ શેખડીયા (ગઢવી) ની ફરિયાદ આધારે મહુધા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!