દાહોદ એસ.ટી ડેપો થી બસ ચાલુ કરવા ધારા સભ્ય તથા દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી ને રજૂઆત કરાઈ.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પરપ્રાંતમાં મજુરી કામ માટે જતાં હોય છે અને તેઓ માટે એસ.ટી. બસો આર્શિવાદ સમાન હોય છે. બીજી તરફ દાહોદ શહેરનો ડેપો સમગ્ર ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતના છેવાડા સુધી શઙેરોમાં દાહોદ ડેપોથી વિવિધ બસોની સુવિધાઓ છે જેમાં દાહોદ ડેપોથી સવારે ૦૬.૦૦ કલાકે દાહોદથી વડોદરા તેમજ દાહોદથી અમદાવાદ નોન સ્ટોપ બસ સેવા શરૂ કરવી, અમદાવાદ વડોદરા જતા મુસાફરોને નોન સ્ટોપ બસ સુવિધાથી સમયની બચત થશે. ઝડપી મુસાપરીનો લાભ મુસાફરોને મળશે તેમજ દાહોદથી શ્રીનાથજી સ્લીપર બસની સીધી બસ સેવા નથી. શ્રીનાથજી (નાથદ્વારા) પવિત્ર ધામ છે. દાહોદ શહેર તમજ આજુબાજુની પ્રજા શ્રીનાથજી દર્શન અર્થે બહોળા પ્રમાણમાં જતાં હોય જેથી તાત્કાલિક ધોરણે દાહોદથી શ્રીનાથજી બસ સેવા સાંજે ૭.૦૦ કલાકથી આસપાસ સ્લીપર બસ શરૂ કરવા તેમજ કેશોદ ડેપોથી કેશોદ-દાહોદ સાંજે ૦૬.૦૦ કલાકે તથા દાહોદ-કેશોદ પરત રાત્રી ૦૮.૦૦ કલાકે રવાના થતી રૂટવાળી સાદી બસના બદલે સ્લીપ કોચ બસ ચાલુ કરવા માટે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ તેમજ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા વિભાગીય એસ.ટી. નિયામક કચેરી, ગોધરા તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

