ખેડા નેશનલ હાઈવે પાસે હિટ એન્ડ રનની ઘટના, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં બુધવારે સવારે માતર નજીકના નેશનલ હાઇવેના બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતુ. પોલીસે ચાલકની ઓળખ છતી કરવા ચક્રોગતિમાન કર્યા છે.
ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરાના નેશનલ હાઇવે ડભાણ થી પલાણા રોડ પર બુધવારે સવારે હિટ એન્ડ રનની ઘટના બની છે. હાઈવેના ઓવરબ્રિજ પર પસાર થઈ રહેલ બાળકને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઇ ગયો. બાઇક ચાલક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેના કારણે ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. અક્સ્માતની જાણ થતાં હાઇવે પેટ્રોલિંગની ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. માતર પોલીસ બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.