દારૂ ભરીને અમદાવાદ તરફ જતી બોલેરો પીકપ ગાડી પોલીસે ઝડપી પાડી

નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલ નજીકથી જિલ્લા એલસીબીની ટીમે વોચ ગોઠવી અમદાવાદ તરફ જતી બોલેરો પીકઅપ ગાડીને ઝડપી પાડી છે. રૂપિયા ૬.૯૧ લાખના દારૂના જથ્થા સાથે ચાલકને પકડી લેવાયો છે. પોલીસે રૂપિયા ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા એલસીબી પોલીસે કઠલાલના ફાગવેલ પાસે વોચ ગોઠવી હતી.  દરમિયાન બાલાસિનોરથી અમદાવાદ તરફ જતા હાઇવે પર બોલેરો ગાડીને શંકાના આધારે ઉભી રાખી હતી. પોલીસે વાહન ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ હીરાસીગ લક્ષ્મણસીગ પટવા (રહે.મણીનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું છે. પોલીસે
બોલેરો ગાડીની પાછળ ના ભાગે નેટમાં વીંટાળેલ ઘઉંનું ભુસુ હતું નેટ ઊંચી કરીને જોતા પાછળના ભાગે પુઠાના બોક્સ ગોઠવેલા હતા જે  બોક્સ ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૪૬૨૦ કિંમત રૂપિયા ૬ લાખ ૬૭ હજાર ૫૬ તેમજ બીયર ટીન નંગ ૨૪૦ કિંમત રૂપિયા ૨૪ હજાર મળી કુલ રૂપિયા ૬ લાખ ૯૧ હજાર ૫૬ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ કાર ત્રણ લાખની મળી કુલ રૂપિયા ૯ લાખ ૯૧ હજાર ૫૬નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!