સિનિયર સિટીઝનની મિટિંગ યોજાઈ, જેમાં સેવાઓ, લાભો તથા કાયદાકીય સમજ આપવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના શ્રી માઈકૃપા વરિષ્ઠ નાગરિક મંડળના સિનિયર સિટીઝન નોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રમુખ ભીખુબેન આત્મારામ ઠાકોર, સલાકાર નયનાબેન બી બ્રહ્મભટ્ટ , ઉપ પ્રમુખ દશરથભાઈ બારોટ , મંત્રી દિપક એસ દેસાઈ, નડીઆદ ટાઉન પીઆઈ એમ.બી.ભરવાડ અને ટાઉન પીએસઆઈ એસ.બી.દેસાઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પી.આઇ.એ સિનિયર સિટીઝન ને સરકાર તરફથી મળતા લાભોની સમજ આપી હતી. સાથે વિશ્વાસ આપ્યો હતો એ નડીઆદ ટાઉન પોલીસ ચોવીસ કલાક તેમની સેવા માટે તત્પર છે જ્યારે પણ સિનિયર સિટીઝન ને પોલીસની સેવાની જરૂર પડે ત્યારે વિના સંકોચે તેમના પરિવારના સભ્ય સમજી સંપર્ક કરી શકે છે. ઉપરાંત સિનિયર સિટીઝન નો સાથે બનતા કેટલાક બનાવો સામે તેમણે ક્યાં પ્રકારની સાવચેતી રાખવી, સિનિયર સિટીઝન પૉર્ટલ ની સમજ આપી હતી. અને શ્રી માઈકૃપા વરિષ્ઠ નાગરિક મંડળને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ૧૧ હજાર નુ દાન આપવામાં આવ્યું હતું..