દાહોદ જિલ્લા પોલીસને (પેરેલ ફ્લો સ્કોડ) હ્યુમન ટ્રાફિકીંગ કેશમાં મળી મોટી સફળતા.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાની બાલિકા પ્રેમમાં અંધ બની દેહ વ્યાપારમા સપડાઈ ઝાલોદ તાલુકાની 12 વર્ષની નિર્દોષ બાળા ન કરવાની ઉમરે પ્રેમ કરી બેસી અને તે બાલિકા ખોટી વ્યક્તિઓના સંપર્કમાં આવતા દેહ વ્યાપારમા સપડાઈ ગઈ. ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ મથકે 22-12-2024 ના રોજ ઇ.પી.કો કલમ 363,366 મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો તેની તપાસ પો.સ.ઇ એચ.સી.રાઠવા કરી રહેલ હતા. સદર ગુનામાં ભોગ બનનાર બાલિકાને લીલેશ રસુ ચરપોટ, ટીંબી ફળીયા, ચાકલીયા તેના ઘરે થી મોટર સાયકલ પર બેસાડી તેના ઘરેથી અપહરણ કરી લીમખેડા મુકામે લઈ ગયેલ હતો અને ત્યાંથી સુરત જતી બસમાં બેસાડી દીધેલ હતી. જેની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી રહેલ હતી. આ બાલિકા અચાનક તેના ફોઈના ત્યાં આવેલ હોવાની બાતમી મળતાં પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશનમા લાવી બાળ કલ્યાણ સપોર્ટ ટીમની હાજરીમાં પૂછપરછ કરાતા બાલિકા એ પોતાની આપવીતી કહી હતી. બાલિકાની પૂછપરછ કરાતા તેને કહ્યું કે 03-12-2022 ના રોજ લીલેશ રસુ ચરપોટ તેને પત્ની તરીકે રાખવા પટાવી ફોસલાવી બાઇક પર બાલિકાના ઘરેથી બેસાડી લીમખેડા લઈ ગયેલ હતો અને ત્યાંથી તે બાળકીને લીલેશ દ્વારા હું પાછળથી આવું છે તેમ કહી સુરત જતી બસમાં બેસાડી દીધેલ હતી. સુરતમાં બાલીકા ઉતરતા ત્યાં સુરત બસ સ્ટેશન પર બાલિકાને એકલી જોઈ રાહુલ નામના ઈસમે તેને ફોસલાવી હોટેલમાં લઈ જઈ તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચરી તેને ફરી બસ સ્ટેશન પર મૂકી જતો રહેલ હતો. ત્યારબાદ સુરત બસ સ્ટેશન પરઆ બાલિકા પૂજા ઉર્ફે સારીયા નામની સ્ત્રી અને આનંદ નામના પુરુષના સંપર્કમા આવી હતી અને તેમની વાતોમાં આવી તેમના ઘરે ચાર થી પાંચ દિવસનુ રોકાણ કરી ત્યારબાદ બાલિકાને આ વ્યક્તિઓ સુરત થી વારાણસી ( ઉત્તરપ્રદેશ) લઈ જઈ ત્યાં દેહ વ્યાપાર કરાવે છે અને આસરે સાત મહિનાથી વધુ દેહ વ્યાપાર કરાવી તેઓ તેને અન્ય વ્યક્તિને સોંપી દે છે તે વ્યકિત દ્વારા પણ આ બાલિકાનુ શારીરીક શોષણ કરી તેને અન્ય વ્યક્તિને સોંપી દે છે અને અન્ય વ્યક્તિ પણ તેને આસરે દસ મહિનાથી વધુ સમયથી દેહ વ્યાપાર કરાવેલ હતું. આ સમગ્ર હકીકત જાણી પોલીસ ચોંકી ઉઠી હતી અને બાલિકાના કહ્યા મુજબ આગળની કાયદેસરની તપાસ આદરી આદરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઝિણવટ ભરી તપાસ આદરી હતી અને તપાસ કરી આસરે પાંચ વ્યક્તિની અટકાયત કરી હતી આ અટકાયતમાં ત્રણ પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. આ તમામને પકડી પાડી ભોગ બનનાર બાલિકાને તેના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: