ગાડીની ખરીદી કરનાર શખ્સે લોન ભર્યા વગર બીજાને વેચી નાખી, ત્રણ સામે ફરિયાદ

નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદના વાંઠવાળી ગામના ખેડૂત આર્થિક તંગીમાં આવતા લોન પર લીધેલ પીકઅપ ગાડી વેચાણ કરી પણ વેચાણ લીધેલા શખ્સે લોન ભરપાઈ ન કરતા અને વાહન બીજાને વેચીને પોતે ભૂર્ગભમાં ઉતરી જતાં આ મામલે ૩ ઈસમો વિરૂદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે ગાયત્રી મંદિર પાછળ રહેતા હિતેશભાઈ મોહનભાઈ ડાભી તેઓ પોતે ખેતી કરે છે. વર્ષ ૨૦૨૩મા લોન પર મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી લીધી હતી. વાહન લીધા બાદ એક મહિના પછી હિતેશભાઈની માતા બીમાર થતા. હિતેશભાઈ આર્થિક સંકટમાં આવી ગયા હતા. તે સમયે આણંદના ઇસ્માઈલ નગરમાં રહેતા અમનભાઈ વોરા સંપર્કમાં આવ્યા હતા. આ અમનભાઈએ કહ્યું કે તમારે વાહન વેચવું હોય તો મારી પાસે ગ્રાહક છે જેથી અમનભાઈએ સોજીત્રા ખાતે રહેતા સરફરાજભાઈ મહંમદભાઈ વોરાને ૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ નોટરી કરી વેચાણ આપેલ  તેમજ વાહનના પેટે રૂપિયા ૫૫ હજાર રોકડા પણ આપ્યા હતા. ત્યારબાદ વાહનના બે હપ્તા બાઉન્સ થતાં તેઓ આ સરફરજભાઈના ઘરે આવ્યા તો તેમણે કહ્યું કે વાહન માત્ર મારા નામે લીધેલ છે પરંતુ આ વાહન અમનભાઈનાએ વેચાણ લીધેલ છે અને હાલમાં તેમની પાસે જ વાહન છે. જેથી આ હિતેશભાઈ અમનભાઈને ફોન કરીને જણાવતા તો તેઓ બહાના બતાવતા હતા. જેથી કંટાળીને હિતેશભાઈએ લોનના ૭૦ હજાર  ભરી દીધા હતા.  અમનભાઈ અને સરફરાજભાઈ ફોન ઉપાડતા નહી અને ઘરે ન મળી આવતા હિતેશભાઈએ તપાસ કરતા આ વાહન સરફરાજભાઈએ મધ્યપ્રદેશના ઉનકર કેમતા નામના વ્યક્તિને વેંચાણ આપી દીધી હોવાની વિગતો જાણવા મળી હતી. આથી આ બનાવ મામલે હિતેશભાઈ ડાભીએ મહેમદાવાદ પોલીસ મથકે ઉપરોક્ત અમનભાઈ વોરા, સરફરાજભાઈ મંહંમદભાઈ વોરા અને ઉનકર કેમતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: