એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા

એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ 15 ટન ઘઉં 21 ટન ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી.

શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરીફીકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી.જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જી.એસ.ટી ના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખીને ફતેપુરા એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોકી ઉઠયા હતા.અને આ સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાંથી 15270 કિલો ગ્રામ ઘઉં,21,000 કિલો ગ્રામ ચણા અને 240 કિલો ગ્રામ ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

હાલ બીજા દિવસે પણ ફતેપુરા એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદારની ટીમને સાથે રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ ચાલુ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: