ફતેપુરા સી એચ સી ખાતે વિશ્વ માસીક દિવસની ઉજવણી કરવામાં.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા સી એચ સી ખાતે વિશ્વ માસીક દિવસની ઉજવણી કરવામાં
          ફતેપુરા તાલુકાના સી એચ સી ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો સુરેશ અમલીયાર દ્વારા પ્રોગ્રામ ને અનુરૂપ સમજૂતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે માસિક આવવું એ સામાન્ય બાબત છે કુદરતી પ્રક્રિયા છે તેમજ માસિક દરમિયાન રાખવામાં આવતી સ્વછતા વિશે સમજૂતી આપવામાં આવી હતી તેમજ માસિક દરમિયાન ની તકલીફો વિશે સમજૂતી આપવામાં આવી હતી આમ માસિક નેલાગતી કોઈ પણ બાબત હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એ બતાવવું તેમજ આર કે એસ કે કાઉન્સેલર અરવિંદભાઈ સિલોટ દ્વારા કિશોરાવસ્થા દરમિયાન થતાં ફેરફારો પોષણયુક્ત આહાર તેમજ માસિક દરમિયાન રાખવામાં આવતી કાળજી ઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી બ્લોક સુપરવાઇઝાર ઇલાબેન દ્વારા માસિક દરમિયાન રાખવામાં આવતી ગેરમાન્યતા ઓ વિશે સમજુતી આપવામાં આવી હતી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો સુરેશ અમલીયાર , સી એચ સી અધિક્ષક ડો રીતેશ રાઠવા  એડોલેસન્ટ કાઉન્સેલર અરવિંદભાઈ સિલોટ ડો રાધિકાબેન ડામોર , ઇલાબેન તેમજ અશાબેનો તેમજ મોટીસંખ્યા માં કિશોરી ઓ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: