દાહોદના ૫૦ વર્ષીય તરૂણેન્દ્ર કોરોનામુક્ત થયા, સધન સારવાર માટે તબીબો – સ્ટાફને ધન્યવાદ આપ્યા
દાહોદ તા.૧૯
દાહોદમાં આજે વધુ એક કોરોના સંક્રમિત દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. દાહોદના ગલાલીયા વાડના ૫૦ વર્ષીય શ્રી તરૂણેન્દ્ર એમ. સરવૈયાને ૧૫ દિવસની સઘન સારવાર બાદ ઝાયડસ સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. તા. ૪ જુનના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રી તરૂણેન્દ્ર સરવૈયાએ હોસ્પીટલના તબીબો અને સ્ટાફનો ખૂબ જ આભાર માન્યો હતો. તબીબો અને સ્ટાફ દ્વારા તાળીઓથી વધાવીને તેમને વિદાય આપવામાં આવી હતી.
#Sindhuuday Dahod