નડિયાદના કોમ્પલેક્ષમા વીજ મીટર બોક્સ પાસે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સ્ટેશન રોડ પર આવેલ કોમ્પલેક્ષમા વીજ મીટર બોક્સ પાસે આગ લાગતા કોમ્પલેક્ષમા અફડાતફડી મચી ગઇ હતી ફાયર બ્રિગેડ ટમે બે વોટરબ્રાઉઝર સાથે પહોંચી ગઇ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહીં.
શહેરના સ્ટેશન રોડ પર આવેલ પ્લેટેનિયમ પ્લાઝા કોમ્પલેક્ષમા આજે શુક્રવારની સવારે કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં વીજ મિટર બોક્સ નજીક સોર્ટ સર્કિટ થવાના કારણે આગના તણખા ઝર્યા હતા. જોકે વાહન મુકવા આવેલા સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને સમગ્ર બાબતની જાણ નડિયાદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ વોટરબ્રાઉઝર સાથે પહોંચી હતી. જોકે તે પહેલા જ આગને હોલવી દેવામાં આવી હતી. જે બાદ એમજીવીસીએલને જાણ થતાં વીજ સપ્લાયને બંધ કરી દીધો હતો. અને સ્થળ પર ટીમ પણ દોડી આવી હતી. આ બનાવના પગલે કોમ્પલેક્ષમા નાસભાગ મચી ગઇ હતી. કોમ્પલેક્ષ બહાર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. મહત્વનું છે કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.