હોબાળો:લીમડી નગરમાં વારંવાર લાઈટ બંધની સમસ્યાથી નગરજનોમા ભારે રોસ
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
હોબાળો:લીમડી નગરમાં વારંવાર લાઈટ બંધની સમસ્યાથી નગરજનોમા ભારે રોસ એક જ ડીપી પરથી હલકી ગુણવત્તાના વાયરો નાખવાથી વધારે માત્રામાં કનેક્શન અને સાંધા મારતા હોવાથી સમસ્યાઓ વધી. લીમડી નગરમાં છેલ્લા ૧૨-૧૫ દિવસથી દરરોજ રાત્રે લાઈટ બંધ થવાની સમસ્યાને લઈને આજે લીમડી ગામના જાગૃત નાગરિક પ્રવીણભાઈ સોની, ટીનાભાઈ પંચાલ (મહેશભાઈ પંચાલ), મોન્ટુભાઈ મોરી,મયંકભાઇ રાઠોડ,મિલનભાઈ પંચાલ, ચંદ્રકાંત ભાઈ દરજી,હરીશભાઈ રાઠોડ,અશોકભાઈ ગારી તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને દાહોદ થી તાત્કાલિક ધોરણે MGVCL અધિકારી ગુજરાત વિદ્યુત બોર્ડના exicutive eng. બારીયા, Dy eng. વસૈયા, Jr. Eng પઢિયાર હાજર રહ્યા હતા.લીમડી નગરમાં ઉનાળાની 45 ડિગ્રીની ગરમીમાં નગરજનો શેકાઈ રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે બજારમાં જવાનું ટાળીને ઘરમાં રહેતા હોય છે. ત્યારે આકરી ગરમીમાં લો વૉલ્ટેજની સમસ્યાના કારણે નગરજનોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. નગરના તમામ વિસ્તારોમાં હાલમાં લો વોલ્ટેજની અને વારંવાર લાઈટ બંધની સમસ્યાને લઈને રોષ ફેલાયો છે. એમજીવીસીએલ વિભાગ દ્વારા એક જ ડીપી ઉપરથી કેપેસિટી કરતાં વધારે માત્રામાં વીજ કનેક્શન આપવામાં આવતા લો વૉલ્ટેજની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળેલ છે. આ ગંભીર મુદ્દે જવાબદાર એમજીવીસીએલ વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.લીમડી MGVCL ઓફિસ પર લોકોના ફોન ઉપાડતાં નથી ખોટી રીતે દાદાગીરી કરતા હોય તેવું જાણવા મળ્યું છે.જેના લીધે હાલમાં ઉનાળાના સમયમાં નગરજનોને 24 કલાક લો વોલ્ટેજની સમસ્યાનો અને વારંવાર લાઈટ બંધનો સામનો કરવો પડી રહ્યો છે. લો વોલ્ટેજના કારણે એસી, પંખા અને લાઈટ ડીમ ચાલતા હોવાને લીધે અને એક પ્રકારની મુશ્કેલી ભોગવી પડી રહી છે.નગરના તમામ વિસ્તારોમાં લો વૉલ્ટેજની સમસ્યાને લઈને નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે.તેમ છતાં પણ વિજ કંપની દ્વારા આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે. હાલમાં વીજ નગરજનોને વોલ્ટેજ ની સમસ્યાનો ભોગ બનવું પડે છે.ગામ લોકો દ્વારા એમપણ ચીમકી આપવામાં આવી હતી કે જો આ કામ સરખું નહિ થઈ તો આવનાર દિવસોમાં ભુખ હડતાળ પણ કરીશું.