અંતિમયાત્રાની અંદર ટ્રેક્ટર ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ, ચાર લોકોને ઈજાઓ પહોંચી
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલ પાસે અંતિમયાત્રામાં ટ્રેક્ટર ઘૂસી જતાં ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કઠલાલ તાલુકાના ફાગવેલ પનાજીના મુવાડા ગામે રહેતા રમણભાઈ ભેમાભાઈ રાઠોડ તેમના માસીના નાનાભાઈ આકસ્મિક ગુજરી જતા ગઈકાલે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. સ્મશાનયાત્રા પનાજી મુવાડાથી ફાગવેલ બસ સ્ટેન્ડ તરફ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પુરપાટે આવેલા ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવતા અંતિમયાત્રામાં યાત્રામાં ઘૂસી ગયુ હતુ
અચાનક ટ્રેક્ટર ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં રમણભાઈ રાઠોડ, શનાભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, સોમાભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, ડાહ્યાભાઈ આભાભાઈ રાઠોડ સહિત બીજા માણસો આવતા તમામ ઘાયલ થયા હતા. ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે ઈજાગ્રસ્ત રમણભાઈ ભેમાભાઈ રાઠોડે ટ્રેક્ટર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવતા કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.