સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી.

નરેશ ગનવાણી નડિયાદ

ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમા ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિતે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.પ્રકાશભાઇ વિછીયા તથા ડો.કલ્પનાબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવી, કોલેજ કેમ્પસ તથા પોતાના ગામમાં વુક્ષારોપણની પ્રેરણા આપી હતી. આચાર્યશ્રીના હસ્તે કોલેજ કેમ્પસમાં લીંબડો, ગુલમહોર, તથા તુલસીના વૃક્ષનું વાવેતર કરાવવામાં આવ્યું હતું તથા એન.એસ.એસ. સ્વયંસેવકોએ આ દિવસે મોગરો, ટગર, જાસૂદ, એકઝોરા, મોગરો તુલસી, રાતરાણી, વગેરે છોડનું રોપણ કોલેજ કેમ્પસમાં કરી, જળસિંચન કર્યું હતું. આ કાર્યક્રમમાં એનએસએસ સ્વયંસેવકો તથા કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: