પાર્ક કરેલી કારમાંથી તસ્કરોએ ડોક્યુમેન્ટ સહિત રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહી નદીના પટમાં પાર્ક કરેલી કારમાંથી તસ્કરોએ અંદરથી અગત્યના ડોક્યુમેન્ટ સહિત રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન ચોરીની ફરીયાદ સેવાલિયા પોલીસ સટેશનમાં નોધાઈ છે
અમદાવાદના કૃષ્ણનગરમા રહેતા જયેશભાઈ રામાભાઈ પટેલ પરિવારના સભ્યો અને અન્ય સગા સંબંધીઓ સાથે ગઇકાલે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવ્યાં હતા. મહી નદીના પટના પાર્કિંગમા કાર મુકી મહી નદીમાં ન્હાવા ગયા હતા. બપોરના સમયે જયેશભાઇ અને અન્ય પરીજનો પાર્કિંગમા પહોંચ્યા ત્યારે ડ્રાઇવર સાઈડનો દરવાજો ખુલ્લો હતો. કોઈ અજાણ્યા ઈસમે કાચ તોડી કારમાં મુકેલ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા સહિત અગત્યના ડોક્યુમેન્ટ લઈ ફરાર થઈ ગયા હતા. જયેશભાઈ આ બાબતે આસપાસ તપાસ કરતા હતા ત્યાં તેમની કારને અડીને આવેલ અન્ય કારના પણ ચોરી થઇ હતી આ ગાડીનો ડ્રાઈવર સાઈડે પાછળના ભાગે કાચ તોડી ચોરી કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમાં પણ રોકડ રૂપિયા અને મહિલાના મંગળસુત્ર, બુટ્ટી જેવા દાગીના હતા તે તમામની ચોરી કરી તસ્કરો પલાયન થયા હોવાની વિગતો જાણવા મળી હતી. આમ બંને કારમાથી અજાણ્યા તસ્કરોએ કુલ રૂપિયા ૧ લાખ ૯ હજાર ૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ મામલે જયેશભાઇ પટેલેની ફરીયાદના આધારે સેવાલીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.