વીજપુરવઠામા વારંવાર હેરાનગતિ થવા બદલ તેમજ મલવાસી ફિડર માંથી રણીયાર ગામ અલગ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

વીજપુરવઠામા વારંવાર હેરાનગતિ થવા બદલ તેમજ મલવાસી ફિડર માંથી રણીયાર ગામ અલગ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ

  રણીયાર ગામમાં લાંબા સમયથી વીજપુરવઠા સંબંધિત ગંભીર સમસ્યા છે આ અંગે કેટલીય વાર વીજ કચેરીને ઘણા સમયની જાણ કરી છે. પરંતુ વીજ કંપની તરફ થી આ મુદ્દાનું નિરાકરણ લાવવા અને વીજ પુરવઠાની ગુણવત્તા પ્રદાન કરવા માટે કોઈ યૌગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.જ્યારે સબસ્ટેશન ઉપર જાણ કરવા માટે ગ્રાહકો દ્વારા ફોન કરવામાં આવે છે ત્યારે ત્યાંના અધિકારી દ્વારા વ્યવસ્થીત જવાબ આપવા આવતો નથી તેમજ અસભ્ય ભાષામાં વાત કરવામાં આવે છે. આખા ઉનાળા દરમિયાન પ્રીમોનસુંન કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ થોડા વરસાદમાં વીજપુરવઠો બંધ કરવામાં આવે છે. થોડા વાદળ અને પવન શરૂ થતાં જ વીજપુરવઠો બંધ કરી દેવામાં આવે છે. આથી  ગામમા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકને હેરાનગતિનો સામનો કરવામાં આવી રહીયો છે . તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને જીવજંતુ  (સાપ, વિંછી,કેકડા)અવર જવર વધી ગઈ છે.અમે એ પણ.અનુભવયુ છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન ચાલુ કરવા થી  વોલ્ટેજ ઘટી જાય છે જે ઘર માં રાખેલા ઇલેક્ટ્રિક સાધનો માટે ઘણુ નુકસાન કારક છે.
        એક તરફ સરકાર ડિજિટલ શિક્ષણની વાત કરે છે અને બીજી બાજુ લાઇટ વિના યુવાન વિધાથીર્ઓ અંધકારમય દિવસ -રાત પસાર કરવા મજબૂર છે.આથી અમે તમને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ સમસ્યા નો ઉકેલ લાવીને મુશ્કેલી દૂર કરવામા આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. સમયસર વીજબિલ ભરવામાં આવે છે છતા યોગ્ય પ્રમાણમાં વીજ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. પૂરતો અને યોગ્ય ગુણવત્તાનો વીજપુરવઠો પૂરો પાડવાની જવાબદારી MGVCLની છે છતાં તે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડેલ છે.
   ગ્રામજનો દ્વારા આ સમસ્યા નો જલ્દીથી હલ કાઢવા વિનંતી કરવામા આવેલ છે, જો આ સમસ્યાનો જલ્દીથી હલ કરવા માં નહિ આવે તો ગામમાં જે પણ વ્યક્તિને ત્યાં વોલ્ટેજ વધઘટના કારણે ઈલેક્ટ્રીક સાધનો  બગડે  કે  ખરાબ થશે તો તેના નુકસાન અને સંબંધિત ખર્ચની ભરપાઇ માટે MGVCL જવાબદાર રહેશે તેવી ઉગ્રપણે રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: