એસટી બસનું ટાયર ફાટતા સામે આવતી પરીક્ષા સાથે ટકરાતા સાત વેક્તિને ઇજા
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ડાકોર રોડ પર પૂરપાર ઝડપે જઈ રહેલી એસટી બસનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને રોંગ સાઈડે ઘૂસી જતા સામે આવતી પરીક્ષા સાથે ટકરાતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં સાત વ્યક્તિઓને વધતી ઓછી ઇજાઓ થઈ છે. આ અકસ્માતને પગલે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ દોડતી થઇ ગઇ હતી.
નડિયાદ પાસેના સલુણ ગામ નજીક શુક્રવારે નડિયાદથી ડાકોર તરફ જતી એસટી બસનુ આગળનુ ટાયર ફાટતાં બસના ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદાડી રોગ સાઈડે ધસી જતા સામેથી આવતી રીક્ષાને અડફેટે લીધી હતી. ત્યારબાદ એસટી બસ નજીક આવેલા ખાલી પ્લોટની દીવાલ તોડી અંદર ધસી આવી હતી. જ્યાં જઈને બસ અટકતા બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. રીક્ષામાં બેઠેલા મુસાફરો અને બસના ચાલક તેમજ એક બે મુસાફરો મળી કુલ સાત લોકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં બે વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ધટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી.
