ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક જ દિવસમાં બે વિદેશી દારૂના કેશ ઝડપી પાડયા : 675905 નો મુદ્દામાલ ઝડપી પાડયો.
પંકજ પંડીત ઝાલોદ
ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક જ દિવસમાં બે વિદેશી દારૂના કેશ ઝડપી પાડયા : 675905 નો મુદ્દામાલ ઝડપી પાડયો
ઝાલોદ તાલુકાના લીમડી મથકના પી.એસ.આઇ વી.જે.ગોહેલ ગુનાહિત પ્રવૃતિ કરનાર ઈસમો તેમજ ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર કરનાર ઈસમો પર નજર રાખી અટકાવવા પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન તેમને બાતમી મળેલ હતી કે સફેદ કલરની બલેનો GJ-06-PK-7593 લઈ ઝાલોદ તરફથી લીમડી બાયપાસ થઈને લીમખેડા તરફ જનાર છે ત્યારે લીમડી પી.એસ.આઇ વી.જે.ગોહેલ માછણ નદીના પુલ પાસે બાતમી વાળા વાહનની વોચમા હતા ત્યારે બાતમી વાળું વાહન ત્યાં આવતા દૂરથી વાહન ચાલક દ્વારા પોલીસનો બંદોબસ્ત જોતા દૂરથી ગાડી માથી ઉતરી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા વાહનની તલાશી લેતાં આ ગાડીમાંથી 16 નંગ વિદેશી દારૂની પેટીઓ જેમાં 768 નંગ બોટલ મળી આવી હતી. આ વિદેશી દારૃની કિંમત અંદાજીત 115200 અને બલેનો ગાડીની કિંમત 500000 થઈ કુલ 615200 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
બીજા એક બનાવમા લીમડી પોલીસને બાતમી મળેલ હતી કે જયેશ શંકર ગારી ( મુનખોસલા, ઝાલોદ) હોન્ડા શાઇન GJ-20-BG-3022 પર વિદેશી દારૂનો જથ્થો લઈ કુણી ગામ તરફ થી સીમલીયા તરફ આવવાનો છે. ત્યારે બાતમી વાળા વાહનની વોચમા હતા તે દરમિયાન બાતમી વાળું વાહન આવતા દૂરથી ચાલક દ્વારા પોલીસને જોતા ગાડી વળાવી નાસી જવાની કોશિશ કરતા પડી ગયેલ હતો અને અંધારાનો લાભ લઈ ગાડી સ્થળ પર મૂકી નાસી ગયેલ હતો. ત્યારબાદ લીમડી પોલીસ દ્વારા તલાશી લેતાં થેલા માથી 156 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી જેની અંદાજિત કિંમત 30705 અને હોન્ડા શાઇનની કિંમત 30000 થઈ કુલ 65705 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ફરાર ઈસમ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લીમડી પોલીસે તપાસ હાથ ધરેલ છે.