ટ્રક ચાલકે લાકડા ભરેલા ટ્રેકટરને પાછળથી અડફેટ લેતાં અકસ્માત સર્જાયો, એકનુ મોત
નરેશ ગનવાણી નડિયાદ

ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પરના ટ્રક ચાલકે લાકડા ભરેલા ટ્રેકટરને પાછળથી અડફેટ લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટરમાં ભરેલા લાકડા ટ્રેક્ટર ચાલક પર પડતા તે નીચે દબાઈ જતા મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાલાસિનોર વડદલાના નટવર અરજણભાઈ પરમાર ૧૩ જૂનના રોજ ટ્રેક્ટર લઇ લાકડા ભરવા ગાગરના મુવાડા તાબા સલીયાવડી ગયા હતા. લાકડા ભરી રાતના ૧:૩૦ વાગ્યાના ઇન્દોર- અમદાવાદ હાઇવે રોડ પરના લસુન્દ્રા કટ થી નર્મદા કેનાલ તરફ જવાના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પાછળ આવતા એક ટ્રક ચાલકે નટવરના ટ્રેકટરને પાછળથી અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેથી ટ્રેક્ટરમાં ભરેલા લાકડા નટવર પર પડતા તે નીચે દબાઈ જતા સ્થળે પર મોત નિપજયું હતું. ત્યારે અકસ્માત સર્જનાર ટ્રકને નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે અરજનભાઇ બાબુભાઇ પરમારે કઠલાલ પોલીસ મથકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
